RRB Paramedical Recruitment 2024:- રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 1376 જગ્યા પર બમ્પર ભરતી

RRB Paramedical Recruitment 2024:- જે ઉમેદવાર મિત્રો રેલ્વે માં જોબ મેળવી પોતાનું કરિયર બનવા માંગે છે તેઓ માટે છે ખુશ ખબર. રેલ્વે ભરતી બોર્ડ દ્વારા પેરામેડિકલ સ્ટાફ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1376 વિવિધ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, તબીબી પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. જે કોઈ ઉમેદવાર મિત્રો પેરા મેડિકલ સ્ટાફની ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતે તમને અરજી કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે.

RRB Paramedical Recruitment 2024: Overview

પરીક્ષાનું નામરેલ્વે ભરતી બોર્ડની પરીક્ષા
પોસ્ટનું નામડાયેટિશિયન, ઓપ્ટોમેટ્રિસ્ટ, સ્ટાફ નર્સ વગેરે
જાહેરાત નંબરCEN No.04/2024
કંડક્ટીંગ બોડીરેલ્વે ભરતી બોર્ડ
કુલ ખાલી જગ્યા1376
ભાષાઅંગ્રેજી અને હિન્દી
પરીક્ષા આવર્તન સ્તરવાર્ષિક
પરીક્ષા પદ્ધતિઓનલાઈન (કોમ્પ્યુટર આધારિત)
પરીક્ષાનો સમયગાળો90 મિનિટ
કેવી રીતે અરજી કરશોઓનલાઈન
તબક્કાઓની સંખ્યાલેખિત કસોટી, મેડિકલ ટેસ્ટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ
પરીક્ષા સ્તરરાષ્ટ્રીય

RRB Paramedical Recruitment 2024: જાહેરાત

રેલ્વે ભરતી બોર્ડ ની જાહેરાત અનુસાર જાહેર કરવામાં આવ્યું છે કે સ્ટાફ નર્સ, ડાયેટિશિયન, રેડિયોગ્રાફર્સ, ઓપ્ટોમેટ્રિસ્ટ અને અન્ય પેરામેડિકલ સ્ટાફ માટેની ભરતી પ્રક્રિયા 17 ઓગસ્ટ 2024 ના રોજ શરૂ થશે અને રેલ્વે ભરતી બોર્ડ દ્વારા પેરામેડિકલ નોટિફિકેશનમાં ઉલ્લેખિત સમયની અંદર તમામ પાત્રતા માપદંડોને પુરા કરવા ઉમેદવારો આગામી આવતી ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકશે

RRB Paramedical Recruitment 2024 : મહત્વપૂર્ણ તારીખો

રેલ્વે ભરતી બોર્ડ ની જાહેરાત પ્રમાણે અરજી કરવાની શરૂઆત 17મી ઓગસ્ટ 2024 ના રોજ શરૂ થશે અને 16 સપ્ટેમ્બર 2024 ના રોજ પૂર્ણ થશે. પરીક્ષાની તારીખ નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે તથા ફ્રી ભરવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

RRB Paramedical Vacancies 2024: જગ્યાઓ

રેલવે ભરતી બોર્ડ દ્વારા ઑડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ ,કાર્ડિયાક ટેકનિશિયન ,ક્લિનિકલ સાયકોલોજિસ્ટ,ડાયેટિશિયન સ્તર -,નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ ,આરોગ્ય અને મેલેરિયા નિરીક્ષક ગ્રેડ III ,ડેન્ટલ હાઇજીનિસ્ટ જેવી વિવિધ જગ્યાઓ પર ભરતીની કુલ 1376 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

RRB Paramedical Vacancies 2024: યોગ્યતા

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
ડાયેટિશિયનસાયન્સમાં B.Sc અને PG ડિપ્લોમા અથવા M.Sc ડિગ્રી ઇન હોમ વિજ્ઞાન ખોરાક અને પોષણમાં
લેડી હેલ્થ વિઝિટર10+2 પાસ
સ્ટાફ નર્સનર્સિંગમાં GNM અથવા B.Sc ડિગ્રી
વાણી ચિકિત્સકB.Sc ડિગ્રી અને સંબંધિત શાખાઓમાં ડિપ્લોમા અને વ્યાવસાયિક અનુભવ
ડાયાલિસિસ ટેકનિશિયનબી.એસસી. ડિગ્રી અને ડિપ્લોમા અથવા સંબંધિત વ્યાવસાયિક અનુભવ
ફાર્માસિસ્ટ ગ્રેડ IIIવિજ્ઞાન પ્રવાહમાં 12મો વર્ગ અથવા તેની સમકક્ષ સ્ટ્રીમ સાથે ફાર્મસીમાં ડિપ્લોમા અથવા બી.ફાર્મા
પરફ્યુઝનિસ્ટબી.એસસી ડિગ્રી પરફ્યુઝન ટેકનોલોજીમાં ડિપ્લોમા અથવા સંબંધિત કાર્ય અનુભવ સાથે B.Sc ડિગ્રી સાથે
લેબ સુપરિન્ટેન્ડેન્ટ ગ્રેડ-IIIસંબંધિત વિદ્યાશાખામાં B.Sc ડિગ્રી અથવા DMLT અથવા BMLT સાથે સમકક્ષ ડિગ્રી
ઓપ્ટોમેટ્રિસ્ટઑપ્ટોમેટ્રીમાં B.Sc ડિગ્રી અથવા ઑપ્થેલ્મિક ટેકનિશિયનમાં ડિપ્લોમા
ફિઝિયોથેરાપિસ્ટસંબંધિત અનુભવ સાથે ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી
આરોગ્ય અને મેલેરિયા નિરીક્ષક ગ્રેડ IIIB.Sc ડિગ્રી, 1 વર્ષનો ડિપ્લોમા પ્રોગ્રામ ઑફ હેલ્થ અથવા સેનેટરી ઈન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટરમાં એક વર્ષનો NTC
રેડિયોગ્રાફરઉચ્ચ માધ્યમિક અને ડિપ્લોમા
વિસ્તરણ શિક્ષકસંબંધિત શાખાઓમાં સ્નાતક
ECG ટેકનિશિયન12મું વર્ગ અથવા ગ્રેજ્યુએશન
ડેન્ટલ હાઇજીનિસ્ટબાયોલોજી અને ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સમાં B.Sc ડિગ્રી અને ડેન્ટલ કાઉન્સિલ સાથે નોંધાયેલ
લેબ આસિસ્ટન્ટ ગ્રેડ IIવિજ્ઞાનમાં 10+2 સ્તર પ્રવાહ + (a) DMLT અથવા DMLT ની સમકક્ષ MLT માં સર્ટિફિકેટ કોર્સ

RRB Paramedical Vacancies 2024: ફ્રી

જે કોઈ ઉમેદવાર મિત્રો આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓ માટે SC/ST/અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવાર માટે 250 રૂપિયા ફી રાખેલ છે તથા જે ઉમેદવાર મિત્રો જનરલ કેટેગરીમાં આવે છે તેમના માટે 500 રૂપિયા ફ્રી રાખેલ છે.

RRB Paramedical Vacancies 2024: વયમર્યાદા

જોબ નું નામ વય મર્યાદા
ડાયેટિશિયન18 થી 36 વર્ષ
નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ20 થી 43 વર્ષ
ઑડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ21 થી 33 વર્ષ
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ18 થી 36 વર્ષ
ડેન્ટલ હાઇજીનિસ્ટ18 થી 36 વર્ષ
ડાયાલિસિસ ટેકનિશિયન20 થી 36 વર્ષ
આરોગ્ય અને મેલેરિયા નિરીક્ષક ગ્રેડ III18 થી 36 વર્ષ
લેબ સુપરિન્ટેન્ડેન્ટ ગ્રેડ-III18 થી 36 વર્ષ
પરફ્યુઝનિસ્ટ21 થી 43 વર્ષ
ફિઝિયોથેરાપિસ્ટ18 થી 36 વર્ષ
ઓક્યુપેશનલ થેરાપિસ્ટ18 થી 36 વર્ષ
કેથ લેબોરેટરી ટેકનિશિયન18 થી 36 વર્ષ
ફાર્માસિસ્ટ એન્ટ્રી ગ્રેડ20 થી 38 વર્ષ
રેડિયોગ્રાફર19 થી 36 વર્ષ
વાણી ચિકિત્સક18 થી 36 વર્ષ
ઓપ્ટોમેટ્રિસ્ટ18 થી 36 વર્ષ
ECG ટેકનિશિયન18 થી 36 વર્ષ
કાર્ડિયાક ટેકનિશિયન18 થી 36 વર્ષ
લેબ આસિસ્ટન્ટ ગ્રેડ II18 થી 36 વર્ષ
ફિલ્ડ વર્કર18 થી 33 વર્ષ

RRB Paramedical Vacancies 2024:ઉંમર માં છૂટછાટ

કેટેગરીઉંમરમાં છૂટછાટ
OBC-NCL (નોન-ક્રીમી લેયર)3 વર્ષ
રેલ્વે કેન્ટીન, સહકારી મંડળીઓ અને સંસ્થાઓ વગેરેમાં અર્ધ-વહીવટી કચેરીઓમાં કામ કર્યું હોય અથવા હજુ પણ કામ કરતા હોય તેવા ઉમેદવારોસેવાની લંબાઈ અથવા 5 વર્ષ, બેમાંથી જે ઓછું હોય + સામુદાયિક વયમાં છૂટછાટ જ્યાં પણ લાગુ હોય
SC/ST5 વર્ષ
ઉમેદવારો કે જેઓ ગ્રુપ ‘C’ અને ગ્રુપ ‘D’ સ્તરના સ્ટાફ છે, કેઝ્યુઅલ શ્રમ અને અવેજીમાં 3 વર્ષથી ઓછો વ્યાવસાયિક અનુભવ ન હોયયુઆર: 40 વર્ષ OBC: 43 વર્ષ SC/ST: 45 વર્ષ
બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા ઉમેદવારોયુઆર: 10 વર્ષ OBC: 13 વર્ષ SC/ST: 15 વર્ષ
ઉમેદવારો સામાન્ય રીતે 01.01.1980 થી 31.12.1989 ના સમયગાળા દરમિયાન જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં રહે છે.ઉપલી વય મર્યાદા + સમુદાય વયમાં છૂટછાટ જ્યાં લાગુ હોય ત્યાં + 5 વર્ષ
પ્રમાણીકરણ પછી 6 મહિનાથી વધુનો સેવા અનુભવ ધરાવતા ભૂતપૂર્વ સૈનિકોસંબંધિત પોસ્ટમાં દર્શાવેલ ઉપલી વય મર્યાદા + ઉપલબ્ધતા મુજબ સમુદાય વયમાં છૂટછાટ + સંરક્ષણમાં પ્રદાન કરેલ સેવાના વર્ષોની સંખ્યા + 3 વર્ષ
સ્ત્રી ઉમેદવારો વિધવા, છૂટાછેડા અથવા ન્યાયિક રીતે તેમના પતિઓથી અલગ થઈ ગઈ છે પરંતુ ફરીથી લગ્ન કર્યા નથી.યુઆર: 35 વર્ષ OBC: 38 વર્ષ SC/ST: 45 વર્ષ

RRB Paramedical Vacancies 2024: પસંદગીની પ્રક્રિયા

RRB પેરામેડિકલ સ્ટાફની ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અથવા કમ્પ્યુટર-આધારિત કસોટી (CBT), તબીબી પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ, કરવામાં આવશે ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી નો રાઉન્ડ આવશે છે. પરીક્ષાનો રાઉન્ડ કઈ રીતે લેવામાં આવશે તે નીચે જણાવેલ છે

  • લેખિત કસોટી/સીબીટી (કોમ્પ્યુટર આધારિત કસોટી)
  • મેડિકલ ટેસ્ટ
  • વ્યક્તિગત મુલાકાત
  • દસ્તાવેજ ચકાસણી

RRB Paramedical Vacancies 2024: પરીક્ષાની પેટર્ન

પદ્ધતિઓનલાઈન
માર્કિંગ સ્કીમસાચા જવાબ માટે 1 માર્ક, 1/3 ખોટા જવાબ માટે માર્ક
વિભાગોની સંખ્યા4
પ્રશ્નોનો પ્રકારઉદ્દેશ્ય આધારિત
પરીક્ષાનો સમયગાળો90 મિનિટ, PWD કેટેગરીના ઉમેદવારો માટે 120 મિનિટ
પ્રશ્નોની મહત્તમ સંખ્યા100
માર્ક્સની મહત્તમ સંખ્યા100
પેપરની ભાષાઅંગ્રેજી અને હિન્દી
વિષયનું નામફાળવેલ પ્રશ્નોગુણની સંખ્યા
વ્યવસાયિક ક્ષમતા7070
સામાન્ય જાગૃતિ1010
સામાન્ય અંકગણિત, સામાન્ય બુદ્ધિ અને તર્ક1010
સામાન્ય વિજ્ઞાન1010
કુલ100100

RRB Paramedical Vacancies 2024: વિષય મુજબ પરીક્ષાનો અભ્યાસક્રમ

વિભાગોવિષયો
ગણિતનંબર સિસ્ટમ્સ
બીજગણિત
વર્ગમૂળ
અપૂર્ણાંક
ત્રિકોણમિતિ
મેન્સ્યુરેશન
ગુણોત્તર અને પ્રમાણ
નફા અને નુકસાન
પાઇપ્સ અને કુંડ
સમય અને અંતર
ઉંમર ગણતરીઓ
દશાંશ
ટકાવારી
બોડમાસ
સમય અને કામ
પ્રાથમિક આંકડા
LCM અને HCF
સરળ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
ભૂમિતિ
કેલેન્ડર અને ઘડિયાળ
સામાન્ય બુદ્ધિ અને તર્કકોડિંગ અને ડીકોડિંગ
ડેટા અર્થઘટન અને પર્યાપ્તતા
ગાણિતિક કામગીરી
વર્ગીકરણ, દિશાઓ
વિધાન – દલીલો અને ધારણાઓ વગેરે
જમ્બલિંગ
સમાનતા અને તફાવતો
તારણો અને નિર્ણય લેવો
વેન ડાયાગ્રામ્સ
સંખ્ય અને આલ્ફાબેટીકલ શ્રેણીની પૂર્ણતા
સામ્યતા
સિલોજિઝમ
વિશ્લેષણાત્મક તર્ક
સામાન્ય જાગૃતિસામાન્ય વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ
રમતગમત
વર્તમાન બાબતોનું જ્ઞાન
ભારતીય અર્થતંત્ર
દેશની સંસ્કૃતિ અને ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામ
ભારતીય ભૂગોળ
ભારત અને વિશ્વને લગતા પર્યાવરણીય મુદ્દાઓ
ભારતીય રાજનીતિ અને બંધારણ
સામાન્ય વિજ્ઞાન
ભૌતિકશાસ્ત્ર
રસાયણશાસ્ત્ર અને જીવન વિજ્ઞાન (10મા ધોરણ સુધી CBSE અભ્યાસક્રમ)

RRB Paramedical Vacancies 2024: પરીક્ષામાં અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ    પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • RRB Paramedical Vacancies 2024 નું પરીક્ષા નું ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે

RRB Paramedical Vacancies 2024: મહત્વપૂર્ણ લિંક

આરઆરબી પેરામેડિકલ જાહેરાત 2024લિંક
RRB કેલેન્ડર 2024લિંક
RRB સત્તાવાર વેબસાઇટલિંક
Categories job

Leave a Comment