Atal Pension Scheme: દર મહિને મેળવો 5,000 જેટલી પેન્શન

સરકારી નોકરી Atal Pension Scheme: જે મિત્રો પાસે સરકારી નોકરી નથી તથા તેમના પરિવારજનો પાસે સરકારી નોકરી નથી તેવા લોકો માટે સરકાર દ્વારા એક યોજના પાડવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીને 60 વર્ષ બાદ 5000 રૂપિયા ની પેન્શન મળશે. તેથી જે કોઈ ઉમેદવાર આ યોજના નો લાભ લેવા માંગે છે. તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે . આ લેખમાં તમને કોણ કોણ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાથી શું લાભ થશે . જેવી તમામ માહિતી તમને મળી જેથી અરજી કરનાર મિત્રો આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. અંતમાં તમને આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો છો તેની સંપૂર્ણ માહિતી મળી રહે છે .

Atal Pension Scheme: અટલ પેન્શન યોજના શું છે? 

સરકારી તથા બિન સરકારી યોજનાઓ તો માર્કેટમાં ઘણી બધી ચાલુ છે પરંતુ આ બધી યોજનાઓ વચ્ચે અગર તમારા માટે કોઈ સારી એવી યોજના હોય તો એ છે અટલ પેન્શન યોજના. આ યોજનાનો લાભ લેવા માટે તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજના ઉપર તમને 60 વર્ષ બાદ 5000 કે તેથી ઓછી પેન્શન મેળવવાના પાત્ર તમે થઈ જશો. કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી જેનો ઉદ્દેશ એ છે જેની પાસે સરકારી નોકરી નથી અને તેઓ પેન્શન મેળવવા માંગે છે . તેઓ માટે અટલ પેન્શન યોજના ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ સમગ્ર ભારતના નાગરિકો લઈ શકશે તેથી આ લેખમાં તમને અટલ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી જણાવીશું તેથી આ લેખ તમે સંપૂર્ણ રીતે વાંચો.

Atal Pension Scheme: વય મયાર્દા

જે મિત્રો અટલ પેન્શન યોજના માં અરજી કરવા માંગે છે તેઓની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારા પરિવારજનો માંથી આગળ કોઈ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ જેની ખાસ નોંધ લેવી. આ યોજના હેઠળ 60 વર્ષ બાદ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે.

Atal Pension Scheme: યોજના ના લાભો

  • જે કોઈ મિત્ર અટલ પેન્શન યોજના નો લાભ લેવા માટે અરજી કરશે તેઓને ૬૦ વર્ષ બાદ 5,000 કે તેથી ઓછી પેન્શન મેળવવાના પાત્ર રહેશે
  • જો કોઈ અરજદાર મિત્ર આકસ્મિક રીતે મૃત્યુ પામે તો તેઓના પરિવાર માંથી જેનું નામ નોમિની માં હશે તેઓને પેન્શન મળશે
  • જે મિત્રોને અટલ પેન્શન યોજના નો લાભ મળશે તેઓની રકમ સીધી બેન્ક એકાઉન્ટમાં જમા થશે

Atal Pension Scheme: પાત્રતા 

  • જે કોઈ મિત્ર અટલ પેન્શન યોજના લાભ લેવા માંગે છે તેઓ ભારતીય નાગરિક હોવા જોઈએ
  • અટલ પેન્શન યોજના નો લાભ લેવા માટે અરજદાર ની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની હોવી જોઈએ
  • જો કોઈ અરજદાર મિત્ર સરકારી નોકરી કરતા હોય અથવા કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલા હશે તો તેઓને આ યોજનાનો લાભ નહીં મળે
  • અરજદાર મિત્ર પાસે બેંકનું બચત ખાતું અથવા તો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જોઈએ
  • જે કોઈ અરજદાર આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ નો મોબાઇલ નંબર અને આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું ફરજિયાત છે

Atal Pension Scheme: જરૂરી દસ્તાવેજ

  • અરજદારમિત્ર નો આધાર કાર્ડ 
  • અરજદારનું નિવાસ પ્રમાણપત્ર 
  • અરજદાર નો પાનકાર્ડ 
  • અરજદારના બેન્ક પાસબુક ની ઝેરોક્ષ 
  • અરજદારનું એપીવાય રજીસ્ટ્રેશન નું ફોર્મ 
  • અરજદારનું જાતિ પ્રમાણપત્ર 

Atal Pension Scheme:અરજી કેવી રીતે કરવી

  • જો તમે બધા ઉમેદવારો અટલ પેન્શન યોજના માટે અરજી કરવા માંગતા હો તો તમે નીચે આપેલ પ્રક્રિયા દ્વારા જ કરી શકો છો
  • સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ ENPS પર જઈ ને ક્લિક કરો
  •  પછી તમારે એપ્લાય ના બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર પછી તમારે રજીસ્ટ્રેશન દ્વારા લોગીન ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર પછી તમારે લોગીન કરવું પડશે
  • ત્યાર પછી તમારી સામે application ફોર્મ ખુલશે
  • ત્યાર પછી અરજી ફોર્મ માં પૂછવામાં આવેલ સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે
  • ત્યાર પછી તમારે આ બધા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • આ રીતે તમે ફોર્મ સરળતાથી ભરાઈ જશે

Atal Pension Scheme: ઓફલાઈન અરજી કરવાની પ્રકિયા

જો અરજદાર મિત્ર ઓફલાઈન અરજી કરવામાં આવેલ છે તો તમારે જે બેંકમાં ખાતું હોય તેની નજીકની બ્રાન્ચમાં જવાનું રહેશે અને ત્યાં જઈ ને તમે અટલ પેન્શન યોજના ફોર્મ મેળવીને તેમાં તમારી માહિતી ભરીને એક પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવી અને પોતાના સિગ્નેચર કરીને ફોર્મ બેંક મેનેજર પાસે જમા કરાવી દો . આ રીતે તમે ઓફલાઈન અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકો છો.

Leave a Comment