CISF Fireman Recruitment 2024: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્ટેબલ્સ (ફાયર)/ ફાયરમેનના પદ માટે ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક અને ઇચ્છુક તમામ ઉમેદવારો નક્કી કરેલી તારીખ સુધીમાં cisfrectt.cisf.gov.in ની સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમની અરજી કરી શકે છે.
ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખમાં CISF ફાયરમેન ભરતી 2024 વિશે તમામ માહિતી આપીશું. જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા માંગો છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી, કૃપા કરીને આ લેખને અંત સુધી વાંચો. અને આવી અવનવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવો
CISF Fireman Recruitment 2024: Overview
ફોર્સનું નામ | સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) |
---|---|
પદનું નામ | કોન્ટેબલ્સ (ફાયર)/ ફાયરમેન |
કુલ જગ્યાઓ | 1130 |
લેખનું નામ | CISF ફાયરમેન ભરતી 2024 |
ઓનલાઇન અરજી શરૂ તારીખ | 31 ઑગસ્ટ, 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 સપ્ટેમ્બર, 2024 |
અરજીનો માધ્યમ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | cisfrectt.cisf.gov.in |
CISF Fireman Recruitment 2024: જાહેરાત
આજે આ લેખ દ્વારા અમે તમને CISF ફાયરમેન નવી ભરતી 2024 વિશે માહિતી આપવાના છીએ. જો તમે પણ આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા, તો તમે હવે આ ભરતીમાં અરજી કરી શકો છો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા CISF ફાયરમેન ભરતી 2024 માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અરજી કરવાની તમામ માહિતી આ લેખમાં તમને મળી રહેશે તેથી આ લેખ સંપૂર્ણ રીતે વાંચો.
CISF Fireman Recruitment 2024: તારીખ
CISF ફાયરમેન ભરતી 2024 માટે નોટિફિકેશન 21 ઑગસ્ટ, 2024ના રોજ બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ 31 ઑગસ્ટ, 2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2024 છે. CISF કોન્ટેબલ ફાયરમેનના એડમિટ કાર્ડની જાહેરત ટૂંક સમયમાં થશે. CISF ફાયરમેન પરીક્ષા 2024 અને પરિણામની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.
CISF Fireman Recruitment 2024: જગ્યાઓ
કેટેગરી અનુસાર જગ્યાઓ આ પ્રમાણે છે: જનરલ (UR) માટે 466 જગ્યાઓ છે, EWS માટે 114, SC માટે 153, ST માટે 161, અને OBC માટે 236 જગ્યાઓ છે. કુલ મળીને 1130 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.
CISF Fireman Recruitment 2024: અરજી ફ્રી
કેટેગરી પ્રમાણે અરજી ફી: જનરલ, OBC, અને EWS ઉમેદવારો માટે ફી રૂ. 100/- છે, જ્યારે SC, ST અને PWD ઉમેદવારો માટે કોઈ ફી નથી (રૂ. 00/-). ફી ભરવાનો માધ્યમ ઓનલાઈન છે, જે નેટબેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI દ્વારા ભરવામાં આવી શકે છે.
CISF Fireman Recruitment 2024: યોગ્યતા
ઉમેદવારોને 12મું ધોરણ અથવા સમકક્ષ લાયકાત માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન વિષય સાથે ઓનલાઈન અરજી ફોર્મના છેલ્લી તારીખ પહેલા પાસ કરવું જરૂરી છે.
ઉંમર મર્યાદા:
CISF ફાયરમેન ભરતી માટે ઉમેદવારોની ઉંમર 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 18 થી 23 વર્ષ વચ્ચે હોવી જોઈએ (1 ઑક્ટોબર, 2001 અને 30 સપ્ટેમ્બર, 2006ના વચ્ચે જન્મેલા). આ ભરતી માટે સરકારી નિયમો મુજબ ઉંમર માં છૂટછાટ લાગુ પડશે.
પસંદગી પ્રક્રિયા:
CISF ફાયરમેન કોન્ટેબલ ખાલી જગ્યાઓ 2024 માટે પસંદગીની પ્રક્રિયા નીચેના સ્ટેપ પર આધારિત હશે:
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET)
- શારીરિક ધોરણ પરીક્ષા (PST)
- દસ્તાવેજોની ચકાસણી
- લેખિત પરીક્ષા
- મેડિકલ પરીક્ષા
જરૂરી દસ્તાવેજો:
જેમણે CISF કોન્ટેબલ ભરતી 2024 માટે અરજી કરવી છે, તેમને આ ભરતી માટે નીચેના જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે. આ દસ્તાવેજો પૂરું પાડીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો:
- 10મું અને 12મું ધોરણનું પ્રમાણપત્ર
- બન્ને ધોરણોની માર્કશીટ
- જો લાગુ પડે તો ડિગ્રી અથવા ડિપ્લોમાનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- મતદાર ઓળખપત્ર
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- PAN કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
CISF Fireman Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- CISF Fireman Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે
CISF Fireman Recruitment 2024: મહત્વપૂર્ણ લિંક
વિગતો | લિંક |
---|---|
સત્તાવાર સૂચના PDF ડાઉનલોડ | કોન્ટેબલ (ફાયર) – 2024 માં CISF ભરતી (અંગ્રેજી) CISF ફાયરમેન ભરતી 2024 |
કોન્ટેબલ (ફાયર) – 2024 માં CISF ભરતી (હિન્દી) CISF ફાયરમેન ભરતી 2024 | |
ઓનલાઇન અરજી લિંક | નવી નોંધણી – અહીં ક્લિક કરો |
સીધી લિંક ઓનલાઇન અરજી માટે – અહીં ક્લિક કરો | |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવો | અહીં ક્લિક કરો |