PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા બમ્પર ભરતી ની જાહેરાત

PGVCL Recruitment 2024: 10 તથા આઈ.ટી.આઈ પાસ ઉમેદવાર માટે છે ખુશ ખબર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા એપેન્ટીસ લાઈનમેન માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતમાં તમને અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.

PGVCL Recruitment 2024: Overview

સંસ્થાનું નામપશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ
પોસ્ટએપેન્ટીસ લાઈનમેન
પદોની સંખ્યા668
અરજી કરવાની છેલ્લી તારીખ12, સપ્ટેમ્બર 2024
નોકરીની શ્રેણીસરકારી નોકરીઓ
પસંદગી પ્રક્રિયાશારીરિક ક્ષમતા દ્વારા
અરજી ની પ્રકિયા ઓફલાઈન
નોકરી નું સ્થળગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં
સત્તાવાર વેબસાઈટhttps://www.pgvcl.com/

PGVCL Recruitment 2024:પોસ્ટ અને પદોની સંખ્યા

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ માટે કુલ 668 એપેન્ટીસ લાઈનમેન જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઈન રહેશે.

PGVCL Recruitment 2024: શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર મિત્રો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ માં એપેન્ટીસ લાઈનમેન પોસ્ટ ની ભરતી માં અરજી કરવા માંગે છે તેઓ 10 પાસ કરેલ હોવા જોઈએ.

PGVCL Recruitment 2024: વય મર્યાદા અને સ્ટાઇફંડ

જાહેરાત મુજબ ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જાહેરાત ની તારીખ મુજબ 14/08/2024 ના રોજ 18 વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ. તથા બિન અનામત વર્ગના ઉમેદવાર માટે ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. અને અનામત વર્ગના ઉમેદવાર માટે ઉંમર 30 વર્ષ સુધીની હોવી જોઈએ. તથા દિવ્યાંગ ઉમેદવાર માટે વધુમાં વધુ 35 વર્ષ સુધીની હોવી જોઈએ. જી.એસ.ઓ 295 મુજબ માત્ર પીજીવીસીએલના કર્મચારીઓ માટે ઉંમર વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને સરકારી ધારા ધોરણ મુજબ સ્ટાઇફંડ આપવામાં આવશે.

PGVCL Recruitment 2024: જરૂરી દસ્તાવેજો

  1. નવા પાસપોર્ટ સાઇઝના 04 (ચાર) ફોટો
  2. શાળા છોડયાનું પ્રમાણપત્ર
  3. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SEBC માટે તાજેતરનું નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર પત્રક-ક/પત્રક-૪)
    • આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા હોય તો આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર રજૂ કરવું
  4. શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
  5. ટેકનિકલ લાયકાત: I.T.I. (ઇલેક્ટ્રિશિયન/વાયરમેન) માર્કશીટ અને પ્રમાણપત્ર (પાસ નાપાસની તમામ માર્કશીટ સાથે)
  6. ફોટા સહીતનું ઓળખપત્ર (આધાર કાર્ડ/પાન કાર્ડ/ચૂંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે)
  7. એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. પ્રમાણપત્ર
  8. વિકલાંગ ઉમેદવારો માટે વિકલાંગતાનું પ્રમાણપત્ર
  9. GSO-295 હેઠળના ઉમેદવારો માટે, પોતાના પિતાશ્રી/માતાશ્રીનો બોર્ડ/કંપનીમાંથી છૂટા થયાનો કાયદાકીય આદેશ અને રેશનકાર્ડ
  10. રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ

PGVCL Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને શારીરિક કસોટી પાસ કરવી પડશે કંપની દ્વારા ઉમેદવારને થાંભલાપર ચડવાની શારીરિક કસોટી આપવી પડશે. આ શારીરિક કસોટી ઉમેદવારે માત્ર 50 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તથા શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારનું નામ પસંદગીની યાદીમાં તેમના આઈટીઆઈ ની પરીક્ષામાં મળેવેલ કુલ ગુણના ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે.(કોઈપણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ વિષયને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે.)

PGVCL Recruitment 2024: અરજી કરવાના સ્થળો

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરીને પોતાનું કરિયર બનાવવા માંગે છે તેઓ નીચે આપેલ સ્થળો ઉપર નિયમિત તારીખ તથા સમયસર પહોંચી જવું.. પરીક્ષા આપવાનો સમય સવારે 9:30 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો રહેશે તમે કયા સ્થળ ઉપર પરીક્ષા આપવા માંગો છો તેની તમામ માહિતી નીચે આપેલ છે.

Here is the table format based on the provided details:

ક્રમ નં.શાખાનું નામટેસ્ટની તારીખવતુળ કચેરીનું નામટેસ્ટનું સ્થળટેસ્ટના સ્થળનું સરનામું
1અમરેલી10.09.2024અમરેલીપી.જી.વી.સી.એલવતુળ કચેરી, વીજ સેવા સદન, ઝાંગણ, ગાંધીબાગ પાસે, ચિતલ રોડ, અમરેલી – 365601
2ભરૂચ10.09.2024ભાવનગરવતુળ કચેરીપી.જી.વી.સી.એલ, જુના પાવર હાઉસ કૉમ્પાઉન્ડ, ચાવડી ગેટ, ભાવનગર
3કચ્છ10.09.2024ભુજઅગ્રણી ઇજનેર કચેરીપી.જી.વી.સી.એલ, વતુળ કચેરી, પાવર હાઉસ કૉમ્પાઉન્ડ, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ, પિન-370001
4બોટાદ10.09.2024બોટાદઅગ્રણી ઇજનેર કચેરીઓલ્ડ પાવર હાઉસ કૉમ્પાઉન્ડ, પાંજરાપોળ રોડ, બોટાદ-364710
5દેવભૂમિ દ્વારકા10.09.2024જામનગરગેટકો કૉમ્પાઉન્ડમહિલા આઈ.ટી.આઈ. સામે, સાત રસ્તા પાસે, જામનગર
6જામનગર11.09.2024
7ગીર સોમનાથ10.09.2024જૂનાગઢજુનાગઢજૂનું થર્મલ પાવર હાઉસ, પી.જી.વી.સી.એલ, સોલાર પ્લાન્ટ યાર્ડ, મુ. શાપુર (સોરઠ), તા. વંથલી, જિ. જુનાગઢ
8મોરબી10.09.2024મોરબીઅગ્રણી ઇજનેર કચેરીપી.જી.વી.સી.એલ, વતુળ કચેરી, જૂના પાવર હાઉસ કૉમ્પાઉન્ડ, નટરાજ હોટલ પાસે, સામા કાંઠે, મોરબી-363642
9પોરબંદર11.09.2024પોરબંદરપી.જી.વી.સી.એલ કોલોનીબિરલા રોડ, પોરબંદર-360575
10રાજકોટ12.09.2024રાજકોટ શહેરરાજકોટ શહેરવતુળ કેમ્પસ, નાના માવા મેઈન રોડ, રાજકોટ
11સુરેન્દ્રનગર12.09.2024સુરેન્દ્રનગરઅગ્રણી ઇજનેર કચેરીપી.જી.વી.સી.એલ, વતુળ કચેરી, કૈલાશપાર્ક સોસાયટી સામે, મહીલા કોલેજની પાછળ, સુરેન્દ્રનગર-363001

નોંધ: ઉમેદવારે ફક્ત એક જ સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે

Categories job

Leave a Comment