PM Kusum Yojana 2024 : કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોના સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે PM Kusum Yojana 2024. આ યોજના હેઠળ ખેડૂત મિત્ર પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવી શકશે સોલાર પંપ લગાવવા પર 90% સુધીની સબસીડી મળશે. . જેનો લાભ દરેક ખેડૂત મિત્રએ લેવો જોઈએ. જે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ આ લેખને સંપૂર્ણ રીતે વાંચે. લેખના અંતમાં અમે તમને યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપીશું
PM Kusum Yojana 2024: ઉદ્દેશ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત મિત્રો ના ખેતરમાં પાણી મળી રહે તે માટે PM Kusum Yojana 2024 યોજના હેઠળ સોલાર પેનલ લગાવી આપવાનો છે. આ યોજના હેઠળ ખેડૂત મિત્રને 2 હોર્સ પાવરથી 5 હોર્સ પાવરના સોલર પંપ પર 90% સબસિડી આપવામાં આવશે, આ યોજનાનું લક્ષ પીએમ કુસુમ સોલર સબસિડી યોજનાનો લાભ હેઠળ ₹35 લાખ ખેડૂતોને લાભ અપાવવાનો છે. ખેતરોમાં ફેઝ, ડીઝલ અને પેટ્રોલ પર ચાલતા 17.5 લાખ પંપો હવે સોલાર પેનલ પંપો દ્વારા ચાલશે. જો તમે એક ખેડૂત છો અને તમે તમારા ખેતરમાં સોલાર પેનલ લગાવવા માંગો છો અને આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમારે સરકાર દ્વારા જાહેર કરાયેલી કેટલીક લાયકાતો પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ તમે યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો.આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં દુષ્કાળ પડે છે અને ત્યાંના ખેડૂતોને દુષ્કાળના કારણે ભારે નુકસાન થાય છે, તેથી તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કુસુમ સોલર સબસિડી યોજના શરૂ કરી છે. આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખેડૂતોને મફત વીજળી આપવાનો છે જેથી તેઓ તેમના ખેતરમાં સારી રીતે સિંચાઈ કરી શકે, આ યોજનાથી ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. જો તમને PM કુસુમ સોલર સબસિડી યોજના સંબંધિત વધુ માહિતી જોઈતી હોય, તો આ લેખ અંત સુધી વાંચો.
PM Kusum Yojana 2024: Overview
યોજના | પી .એમ કુસુમ યોજના 2024 |
ક્યાંથી યોજના શરૂ થયી | કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા |
કોને મળશે લાભ | દેશના ખેડૂતો ને |
અરજી ની પ્રકિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | લિંક |
PM Kusum Yojana 2024: શા માટે સોલાર પંપ લેવો જોઈએ
- સૌર પંપ વિતરણ – કુસુમ યોજનાના પ્રથમ તબક્કામાં, કેન્દ્ર સરકારના વિભાગો સાથે મળીને વિદ્યુત વિભાગ સૌર ઉર્જા પંપનું સફળતાપૂર્વક ખેડૂતઓને વિતરણ કરશે.
- સૌર ઉર્જા ફેક્ટરીનું નિર્માણ – સૌર ઉર્જા ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે જે પૂરતી માત્રામાં વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
- ટ્યુબવેલની સ્થાપના – સરકાર દ્વારા ટ્યુબવેલ સ્થાપિત કરવામાં આવશે, જે ચોક્કસ માત્રામાં વીજળીનું ઉત્પાદન કરશે.
- હાલના પંપોનું આધુનિકીકરણ – જૂના પંપને નવા સોલર પંપમાં ફેરવવામાં કરવામાં આવશે.
PM Kusum Yojana 2024: કોને કોને મળશે લાભ
- ખેડૂત
- ખેડૂત જૂથ
- સહકારી મંડળીઓને
- પાણી ગ્રાહક સંઘઓને
- ખેડૂત ઉત્પાદક સંગઠનોને
PM Kusum Yojana 2024: યોજના ના મુખ્ય લાભ
- આ યોજનાનો લાભ દેશના દરેક ખેડૂત મિત્ર લઇ શકશે.
- રાહતદર ના ભાવ ઉપર સિંચાઇના પંપ પૂરા પાડવામાં આવશે
- કુસુમ યોજનાના પેહલા તબક્કામાં ડીઝલ પર ચાલતા 17.5 લાખ જેટલા સિંચાઈ પંપ સૌર ઉર્જા પર ચલાવવામાં આવશે.
- આ યોજના દ્વારા મેગાવોટ વધારાની વીજળીનું ઉત્પાદન કરવામાંઆવશે.
- આ યોજના હેઠળ સ્થાપિત સોલાર પેનલ માટે સરકાર 90% સબસિડી આપશે, ખેડૂતોએ માત્ર 10% ચૂકવવા ના રહેશે.
PM Kusum Yojana 2024: અરજીની ફ્રી
આ યોજનામાં જે કોઈ અરજદાર સોલર પાવર પ્લાન્ટ માટે અરજી કરશે તેઓ માટે રૂ. 5000 પ્રતિ મેગાવોટના દરે અરજી ફી ચૂકવવી પડશે.અને આ ચુકવણી બાદ મેનેજિંગ ડિરેક્ટર રાજસ્થાનના નામ પર ડિમાન્ડ ડ્રાફ્ટના રૂપમાં કરવામાં આવશે રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન 0.5 મેગાવોટ થી 2 મેગાવોટ સુધીની એપ્લિકેશન માટે અરજી ફી નીચે આપેલ છે.
મેગા વોટ | અરજીની ફી |
0.5 મેગાવોટ | ₹ 2500 + GST |
1 મેગાવોટ | ₹5000 + GST |
1.5 મેગાવોટ | ₹7500 + GST |
2 મેગાવોટ | ₹10000 + GST |
PM Kusum Yojana 2024: જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- નોંધણીની નકલ
- અધિકૃતતા પત્ર
- જમીનની નોંધણીની નકલ
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જારી કરાયેલ નેટ વર્થ
- મોબાઈલ નંબર
- બેંક એકાઉન્ટ પાસબુક
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
PM Kusum Yojana 2024: અરજી કરવાની પ્રકિયા
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરો
સ્ટેપ 1: યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાવ
સ્ટેપ 2: વેબસાઈટ ઓપન થયા બાદ પોતાનું રાજ્ય સિલેક્ટ કરો અને ઓનલાઇન અરજી કરવાના વિકલ્પ પર ક્લિક કરો
સ્ટેપ 3: ફોર્મ ખુલ્યા બાદ જરૂરી માહિતી નામ, સરનામું, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે માહિતી ભરો.
સ્ટેપ 4 : જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
સ્ટેપ 5: સબમીટ બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ નીકાળી લો
સ્ટેપ 6: અરજદારના અરજીની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તેમના જમીનની ભૌતિક ચકાસણી કરવામાં આવશે
સ્ટેપ 8: તમારા જમીન ના ભૌતિક ટેસ્ટ પછી સોલાર પંપ લગાવવાના કુલ ખર્ચના 10 ટકા ચૂકવવા પડશે, ત્યારબાદ તમારા ખેતરમાં સોલાર પંપ લગાવવામાં આવશે.