PM Surya Ghar Muft Bijli Yojana: ભારત સરકાર દ્વારા 13 ફેબ્રુઆરી 2024 ના રોજ પીએમ સુર્યા ઘર મુફ્ત બીજલી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ભારત દેશના એક કરોડ નાગરિકોને 300 unit ફ્રી વીજળી આપવાનો હતો. આ યોજના 13 ફેબ્રુઆરી 2024 ના રોજ થી અરજી કરવાનું શરૂ થઈ ગયેલ છે. તો જે કોઈ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. જે કોઈ ઉમેદવારને આ યોજનાનો લાભ લેવો હોય તે આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતે તમને અરજી કરવાની તમામ પ્રક્રિયા જાણવા મળશે.
PM Surya Ghar Muft Bijli Yojana: અરજી ની પ્રકિયા
સ્ટેપ 1: google માં જઈને સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ઓપન કરો
- સ્ટેપ 2: “Apply for Rooftop Solar” ની લીંક ઉપર ક્લિક કરો
- મોબાઈલ નંબર દાખલ કરીને ઓટીપી સાથે વેરીફાય કરો
- તમે જ્યાંથી અરજી કરો છો તે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરો
- તમારા ઘરે જેવી વીજળી નું કનેક્શન હોય એનું કંપનીનું નામ દાખલ કરો
- ત્યારબાદ તમારા ઘર વીજળી કનેક્શન કસ્ટમર નો નંબર દાખલ કરો
- કસ્ટમર નું નામ એડ કરો
- વીજળીનું બિલ અને જ્યાં સોલાર પેનલ એડ કરાવવાની હોય ત્યાંનું ફોટો પાડીને અપલોડ કરો
- અંતે કેપ્ચા કોડ સોલ્વ કરો અને સબમીટ બટર પર ક્લિક કરો
સ્ટેપ 2:
- કન્ઝ્યુમર નંબર અથવા મોબાઈલ નંબર દ્વારા લોગીન કરો
- “Rooftop Solar ” ફોર્મમાં અરજી કરો
સ્ટેપ 3:
- ત્યારબાદ મંજૂરી મેળવી લો અને તમારા વિસ્તારના ડિસ્કોમમાં નોંધાયેલા કોઈપણ વિક્રેતા પાસે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો.
સ્ટેપ 4:
- ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ પ્લાન્ટ ની વિગત ભરીને સબમિટ કરો અને નીટ મીટર માટે અરજી કરો.
સ્ટેપ 5 :
- નેટ મીટરની લગાડ્યા બાદ ડિસ્કોમ દ્વારા ચેક કરવામાં આવશે પછી, પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે.
સ્ટેપ 6:
તમને કમિશનિંગ રિપોર્ટ મળ્યા બાદ પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરી દો. તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં તમારી સબસિડી મળી જશે.