RRB ALP Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો રેલ્વેમાં નોકરી મેળવવા માંગે છે તેમના માટે છે ખુશ ખબર. રેલવે ભરતી બોર્ડ દ્વારા સહાયક લોકો પાયલેટ માટે કુલ 18799 જગ્યાઓ ઉપર નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમના માટે 29 જુલાઈ 2024 થી અરજીની પ્રક્રિયા શરૂ થશે અને 7 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. રેલ્વે બોર્ડ દ્વારા ઉમેદવારોને અરજી ફોર્મ માં ફેરફાર કરવાની અને તેમનો ઝોન બદલવાની પણ તક આપેલ છે. ઉમેદવારો માટે 5696 ની ખાલી જગ્યાઓ વધારીને 18,799 જગ્યાઓ કરવામાં આવી છે. તેથી ઉમેદવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતમાં તમને અરજી કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે
RRB ALP Recruitment 2024 Overview
જોબનું નામ | રેલ્વે ભરતી બોર્ડ (RRB) |
જગ્યાઓ | 18,799 જગ્યાઓ |
અરજી | ઓનલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 29 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 7 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | rrbapply.gov.in |
RRB ALP Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો
RRB ALP 2024 જાહેરાત 20 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ૨૦ જાન્યુઆરી થી લઈને 29 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી ના ફોર્મ મંગાવવામાં આવ્યા હતા.. શરૂઆતમાં ટોટલ 5696 ખાલી જગ્યાઓ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ 4 જુલાઈ 2024 ના રોજ RRB ALP બીજી જાહેરાત કરી છે જેમાં 1,879 જગ્યાઓ વધારવામાં આવી છે. સુધારેલી ખાલી જગ્યાઓ દ્વારા ઉમેદવાર તેમના ફોર્મમાં જગ્યાઓ અને ઝોન બદલવાની પણ તક આપવામાં આવી છે. ઉમેદવારો 29 જુલાઈ થી અરજીના ફોર્મ ની પ્રક્રિયા શરૂ થશે અને 7 ઓગસ્ટ 2024 ના રોજ અરજીના ફોર્મ ની પ્રક્રિયા પૂર્ણ થશે.
RRB ALP 2024 ખાલી જગ્યાઓ, યોગ્યતા
જે ઉમેદવાર મિત્ર RRB ALP માં અરજી કરવા માંગે છે તેમની વય મર્યાદા 18 થી ૩૩ વર્ષની હોવી જોઈએ. તથા વય મર્યાદા ની ગણતરી માટેની તારીખ 1.7.2024 આપેલ છે. ઉંમરમાં નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે. 18799 જગ્યાઓમાં અરજી કરવા માટે ઉમેદવાર આઈ.ટી.આઈ તથા ડિપ્લોમા ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ
RRB ALP Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા
RRB ALP ભરતીમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવાની રહેશે અને એના પછી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે
RRB ALP Recruitment 2024 : અરજી કરવાની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર rrbapply.gov.in પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- RRB ALP Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે