SBI SO Recruitment 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ વિવિધ શાખાઓમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (SO), ડેપ્યુટી મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) માટે 1511 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. SBI SO ની સૂચના 13 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડી હતી અને 14 સપ્ટેમ્બર થી 4 ઑક્ટોબર 2024 સુધી ઑનલાઇન અરજીઓ મંગાવામાં આવી છે.
યોગ્ય ઉમેદવારો SBI SO ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઑક્ટોબર 2024 છે.
SBI SO Recruitment 2024: Overview
ભરતી સંગઠન | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) |
---|---|
પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) – ડેપ્યુટી મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) |
કુલ જગ્યાઓ | 1511 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 ઓક્ટોબર 2024 |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારત |
સત્તાવાર વેબસાઈટ | sbi.co.in |
SBI SO Recruitment 2024: અરજી ફી
- જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી: ₹750/-
- SC, ST, OBC અને PWD કેટેગરીના ઉમેદવારોને ફી માંથી મુક્તિ અપાઈ છે.
- SBI SO માટેની અરજી ફી માત્ર ઑનલાઇન જ ચુકવી શકાય છે.
SBI SO Recruitment 2024: શૈક્ષણિક લાયકાત
- દરેક પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત SBI SO સૂચનામાં આપવામાં આવી છે.
- ઉમેદવારોને સૂચના વાંચીને તેમની લાયકાત ચકાસણી કરીને અરજી કરવી.
SBI SO Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા
SBI SO (ડેપ્યુટી મેનેજર): પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ સાથે CTC ચર્ચા દ્વારા થશે. SBI આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) પસંદગી માટે ઑનલાઇન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ હશે.
SBI SO Recruitment 2024: અરજી કેવી રીતે કરવી
- SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
- “કરન્ટ ઓપનિંગ્સ” પેજ પર ક્લિક કરો.
- SBI ની તમામ જગ્યાઓમાંમાંથી તમારી અરજી માટે યોગ્ય પોસ્ટ પસંદ કરો.
- ‘અરજી ઑનલાઇન કરો’ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચુકવીને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢો.
SBI SO Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો
- ઑનલાઇન અરજી શરૂ: 14/09/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 04/10/2024